<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

મણીનગર શ્રી સ્‍વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં હરિભકતો દ્વારા કલાત્‍મક રંગોળી

શ્રી સ્‍વામીનારાયણ ભગવાને સ્‍વહસ્‍તે લખેલ સર્વજીવહિતાવહ શિક્ષા પત્રીને ર૦૦ વર્ષ પૂર્ણ થતાં વિવિધ ચિત્રોથી આલેખન

અમદાવાદઃ "શ્રી ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના પ્રાંગણમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અન્વયે સંતવૃંદ તથા હરિભકતો દ્વારા સુંદર કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં વિવિધ ચિત્રોથી આલેખન થયું છે. દેવભાષા સંસ્કૃતમાં લીખીત શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોકો છે જેનું ભાષાંતર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ વિગેરે દેશ વિદેશની ૨૯ કરતાં વધુ ભાષાઓમાં થયેલ ៦.

૪૦" ×૪૦" ની રંગોળીમાં વ્યસનમુક્તિ, સેવા, આત્મહત્યા નં કરવી, જીવદયા - ગૌ પૂજા, હિંસા -ચોરી ન કરવી, પર્યાવરણ જાળવણી, સંરક્ષણ, મહિલા ઉત્કર્ષ, મૂર્તિ વિગેરે ફલોટથી (ચિત્રોથી) સુશોભિત સહિત LED સ્કીનથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરીત્રોના દર્શનની ઝાંખી, ફરતી વિશાળ કદની શિક્ષાપત્રી, રોશનીનો શણગાર જેમાં વિવિધ રંગોનો કુલ ૩૦૦ કિલોનો ઉપયોગ થયો છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે છેલ્લા ૪૧ વર્ષ થી વિશાળ પાયે ભારતીય વિરાસત અને સંસ્કૃતિનું સંવર્ધન થતું રહે તે માટે વિવિધ થીમ પર સુંદર કલાત્મક રંગોળીની સજાવટ કરવામાં આવે છે. તેમ સદગુરૂ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી મહંત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરએ જણાવ્‍યું હતું.

(12:26 PM IST)