તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Tuesday, 21st October 2025
ચાલો, સ્વદેશીનો સંકલ્પ કરીએ, ભીતરના અજવાળાથી ઝળહળીએઃ નરહરિ અમીન
દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા સાંસદ

રાજકોટ, તા. ર૧: ગુજરાતના ભાજપના રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીને દીવાળીને પ્રકાશનું પર્વ ગણાવી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા સહયોગી બનવા પ્રજાજનોને અપીલ કરી છે. તેમણે નૂતન વર્ષ નવી સફળતાના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવાનો સંકલ્પ પણ કરવા અનુરોધ કર્યો છે.
શ્રી નરહરિ અમીને જણાવેલ કે પરદુઃખભંજક વીર વિક્રમની પુણ્ય સ્મૃતિમાં શરૂ થયેલ વધુ એક વર્ષ અલવિદા કરી રહયું છે. સલામ સરકતી સાલને અને નમન નવી સાલને... જે પ્રેમથી પોકારે તેના પર પ્રભુનું પુષ્પ મંગલ અભિષેક કરે છે. આપણે પણ પ્રભુને પ્રેમથી પોકારી મનમંદિરમાં પધરાવીએ. નેહની નૌકામાં, વિનયની પતવાર લઇને, સત્કમનું સઢ ફુલાવી, પરોપકારના પવનને ભરીને હરિનામના હલેસા મારતા-મારતા નવા વર્ષને વધાવીએ. દીપાવલી પર વર માંગતા હૂં મૈ અપને રામ સે, દીપ કો પ્રજવલિત કર દો આપ અપને નામ સે...(૬.૧૪)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
