તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
અમદાવાદમાં દિવાળીની રાત્રી પછી હવા ઝેરી બની : શહેરમાં AQI 371 નોંધાયો
શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની

અમદાવાદ: દિવાળી બાદ શહેરની હવા ઝેરી બની છે. શહેરમાં ‘ગંભીર શ્રેણી’માં વાયુ પ્રદૂષણ થયુ છે. અમદાવાદમાં સરેરાશ AQI 300ને પાર ગયો છે. દિવાળીની રાત્રે AQI 371 નોંધાયો. ધુમાડાને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવાળીએ મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટ્યા બાદ વાયુ પ્રદૂષણ થયુ છે.
ઝેરી હવાના કારણે શહેરમાં AQI 300ને પાર પહોંચ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાના કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ હતી.
ફટાકડાનો ધૂમાડો એટલી હદ સુધી વધ્યો હતો કે વિઝિબિલિટી પણ ડાઉન થઇ ગઇ હતી. દિવાળીની રાત્રે સતત પુષ્કળ પ્રમાણમાં ફટાકડા ફૂટતાં લોકોને ગળામાં ખરાશ અને આંખોમાં બળતરા થયાની પણ ફરિયાદો જોવા મળી હતી. ભયંકર ધૂમાડાના કારણે અમદાવાદમાં રાત્રે લોકો માસ્ક પહેરીને ફટાકડા ફોડતા જોવા મળ્યાં હતા. દિવાળીમાં દિલ્લીની જેમ અમદાવાદમાં રણ એર પોલ્યુશન ગંભીર શ્રેણીમાં પહોંચે છે. જેના કારણે અસ્થમા અને ફેફસા સંબંધી તકલીફમાં વધારો થાય છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
