<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

દેવભૂમિ દ્વારકાની વિપરીત છાપ દેશભરમાં પડતી અટકાવવામાં સફળ તત્‍કાલીન એસપી નિતેશ પાંડે ટીમને દિવાળી બોનસ રૂપી ઇનામ જાહેર

આયુર્વેદિક સીરપના નામે નશાનો કાળો કારોબાર અટકાવવા રાજ્‍ય બહારની ત્રણ ફેક્‍ટરીઓ પણ સીલ કરવા સુધી સખ્‍ત જહેમત ઉઠાવવાનની રાજ્‍ય સરકારે ખાસ નોંધ લીધી

રાજકોટ તા.  ગુજરાતમાં દારૂબંધી હોવાથી તેના વિકલ્‍પો શોધી મોટી કમાણીના હેતુથી ચાલતા નશાના કારોબાર લોહિયાળ બને છે એવું  બધું હવે ઓપન સીક્રેટ જેવું છે, નશાના આ કારોબારમાં કાયદાની છટકબારી ગોતી આયુર્વેદિક સીરપના નામે ગુજરાતમાં ચાલતા નશાના કારોબાર દેવભૂમિ દ્વારકા સુધી પહોચતા રેન્‍જ વડા સાથે દ્વારકાના તત્‍કાલીન એસપી અને  હાલ ભાવનગર જેવા વિશાળ જિલ્લાની જવાબદારી રાજ્‍ય સરકારે જેમને સુપ્રત કરી તેવા નીતેશ પાંડે જેવા જાગળત અને કાર્યદક્ષ શષ્ટત ચોકી ઉઠ્‍યા હતા અને પોતાની ટીમને મૂળ સુધી પહોંચવા ખાસ બેઠક દ્વારા રણનીતિ ઘડવા સાથે રાજ્‍ય બહાર પોહચી જ્‍યાંથી ઉત્‍પાદન થતું હતું તેવી ત્રણ ગ્રેજસ્‍ટળઓ પર ત્રાટકી શીલ કરાવતા આ પવિત્ર જિલ્લાની બદનામી તથા યુવા ધન નશની ગર્તામાં ધકેલાતું બચી ગયેલ જેની નોંધ રાજ્‍ય સરકારે લેવા સાથે ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અભિનંદન આપેલ છે, અને આખી ટીમને પ્રશપ્‍તિ પત્ર અને ઈનામોથી વિભૂષિત કરતા આખા જિલ્લા અને શુભેચ્‍છકો દ્વારા દિવાળીની શુભેચ્‍છાઓ સાથે ઈનામ આપી થયેલ કદર બદલ અભિનંદન વર્ષા  થયેલ છે.

અભિનંદન વરસ્‍યા અપરંપાર, રેન્‍જ વડાનું માર્ગદર્શન  અમારી ટોપ ટુ બોટમ સ્‍ટાફની જહેમતનો સફળતામાં સિંહ ફાળો, અકિલા સાથે ભાવનગર એસપી નિતેશ પાંડેની વાતચીત

(4:08 PM IST)