<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

રાજયપાલની શુભેચ્‍છા મુલાકાતે ગૃહના અધ્‍યક્ષ શંકર ચૌધરી

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૧: ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. રાજ્‍યપાલશ્રીએ વિધાનસભાના અધ્‍યક્ષશ્રીનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત તેમજ શાલ ઓઢાડી સમ્‍માન કર્યું હતું. એક બીજાને દિપોત્‍સવ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્‍યપાલશ્રીએ દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્‍ટ્રીય પ્રાકળતિક કળષિ મિશન, આત્‍મનિર્ભર ભારત, સ્‍વચ્‍છતા અભિયાન જેવા વિષયો પર અધ્‍યક્ષશ્રી સાથે ચર્ચા કરી હતી.  અધ્‍યક્ષશ્રીએ ગુજરાત વિધાનસભા દ્વારા કરાયેલા નવીનત્તમ પ્રયાસોની રાજ્‍યપાલશ્રીને માહિતી પુરી પાડી હતી

(2:31 PM IST)