તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 21st October 2025
યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટને લૂંટવાની પરંપરા : મંદિરના સંચાલકો પરંપરાગત રીતે આસપાસના ગ્રામજનોને પત્ર લખી અન્નફૂટ લૂંટવા માટે આવવાનું આમંત્રણ આપે છે
આસપાસના 80 ગામોમાંથી આમંત્રણને માન આપી આવેલા લોકો જાણે કે અન્નકૂટ પર તૂટી પડ્યા,ફક્ત પાંચ મિનિટમાં જ 151 મણ અન્નકૂટની લૂંટ થઈ ગઈ અને અન્નકૂટનો એક એક દાણો ભક્તો પોતાના ઘરે લઈ ગયા

ડાકોર તા.૨૧ :સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ અન્નકૂટની વહેંચણી થતી હોય છે. પરંતુ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટને લૂંટવાની પરંપરા છે. આ માટે ડાકોર મંદિરના સંચાલકો પરંપરાગત રીતે આસપાસના ગ્રામજનોને પત્ર લખી અન્નફૂટ લૂંટવા માટે આવવાનું આમંત્રણ આપે છે.
ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂંટ
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજી સમક્ષ 151 મણનો અન્નકૂટ રણછોડરાયને ધરાવીને લૂંટવાની વર્ષો જૂની પરંપરાની ડાકોર રણછોડરાયજી મંદિરમાં ઉજવણી કરાઈ હતી. ડાકોરમાં રણછોડરાય મંદિર ખાતે ભગવાન કાળિયા ઠાકોર સમક્ષ 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બરોબર બપોરના સમયે પણ અન્નકૂટની કપૂર આરતી શરૂ થઈ. જેની સાથે મંદિરના દ્વાર ખૂલતાં ની સાથે જ આસપાસના 80 ગામોમાંથી આમંત્રણને માન આપી આવેલા લોકો જાણે કે અન્નકૂટ પર તૂટી પડ્યા. ફક્ત પાંચ મિનિટમાં જ 151 મણ અન્નકૂટની લૂંટ થઈ ગઈ અને અન્નકૂટનો એક એક દાણો ભક્તો પોતાના ઘરે લઈ ગયા.
80 ગામોના ભક્તો અન્નકૂટ લૂંટવા માટે ઉમટી પડ્યા
ડાકોરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂંટની અનોખી પરંપરા છે. રણછોડરાયજી મંદિર ખાતે 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. બપોરના સમયે કપૂર આરતી સાથે અન્નકૂટના દ્વાર ખુલ્યા અને દ્વાર ખૂલતા જ આસપાસના 80 ગામોના ભક્તો અન્નકૂટ લૂંટવા માટે ઉમટી પડ્યા હતા. ફક્ત પાંચ મિનિટમાં પૂરો 151 મણ અન્નકૂટ લૂંટી લેવાયો હતો. ભક્તોએ અન્નકૂટનો દરેક દાણો પૂજાની શ્રદ્ધા સાથે ઘરે લઈ ગયા હતા. વર્ષોથી ચાલતી આવી અનોખી પરંપરાને લોકો ભક્તિભાવથી નિભાવે છે. ડાકોરમાં અન્નકૂટ લૂંટનો આ નજારો જોવાનો ભક્તિો માટે પરંપરાનો અદભૂત સંગમ છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
