<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના 80 જેટલા બનાવો બન્યા : દોરા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં ફાયર બ્રિગેડે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો

108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ, એટલે કે કુલ 5,389 ઇમરજન્સી કોલ મળ્યા : રોડ અકસ્માતના 916 કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ પણ મળ્યા

અમદાવાદ તા.૨૧ :દિવાળીના તહેવારની સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દિવાળીના દિવસે આકસ્મિક ઘટનાઓ બની છે. જેમાં ફટાકડાના કારણે આગ લાગવાના, દાઝી જવાના અને શ્વાસની બીમારીનાં અનેક બનાવો બન્યા હતા.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય દિવાળીના દિવસે આકસ્મિક ઘટનાઓ બની હતી. જેમાં ફટાકડાની આતશબાજીના કારણે આગ લાગવાના બનાવ બનવા પામ્યા છે. દાઝી જવાના અને શ્વાસની બીમારીના બનાવો સામે આવ્યા હતા. અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજે 5 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં આગ લાગવાના 80 જેટલા બનાવો બન્યા હતા. પીરાણા પીપળજ રોડ પરની દોરા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગમાં ફાયર બ્રિગેડે એક વ્યક્તિને બેભાન થયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો. 

દાઝી જવાના કુલ 56 બનાવ બન્યા

તેમજ સમગ્ર રાજ્યમાં દાઝી જવાના કુલ 56 બનાવ બન્યા હતા. સૌથી વધારે 17 લોકો અમદાવાદમાં દાઝ્યા હતા. ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ, એટલે કે કુલ 5,389 ઇમરજન્સી કોલ મળ્યા હતા. રોડ અકસ્માતના 916 કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ પણ મળ્યા હતા.

સૌથી વધારે કચરા અને મકાનમાં આગ લાગવાના કોલ મળ્યા

અમદાવાદમાં દિવાળીના દિવસે આતિશબાજીના કારણે આગ લાગવાના બનાવો બનવા પામ્યા હતા. જેમાં સૌથી વધારે કચરામાં આગ લાગવાના બનાવ બન્યા હતા. શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલ મહાલક્ષ્મી ટેક્સટાઈલમાં દોરા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ફાયર બ્રિગ્રેડની પાંચ થી છ ગાડીઓ ઘટના બનવા પામી હતી. જ્યાં ફેક્ટરીમાં એક વ્યક્તિ ફસાયો હતો. ત્યારે ફાયર બ્રિગ્રેડ દ્વારા યુવકને બચાવી લેવામાં આવ્યો હતો.

(4:16 PM IST)