News of Tuesday, 21st October 2025
અમદાવાદમાં દિવાળીની રાત્રે રાયખડમાં ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલમાં ભીષણ આગ
રાયખડ વિસ્તારમાં આવેલા આઈપી મિશન ચાર રસ્તા પાસે આગ લાગવાની મોટી ઘટના

અમદાવાદ: દિવાળીના તહેવાર ટાણે જ અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા આઈપી મિશન ચાર રસ્તા પાસે આગ લાગવાની મોટી ઘટના બની હતી. અહેવાલો મુજબ, અહીં રસ્તા પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ફટાકડા વેચનારા વેપારીઓ પોતાનો જીવ બચાવીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
આ ઘટના અંગે ફાયર બ્રિગેડ (અગ્નિશમન દળ) ને સમયસર જાણ ન થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવને પગલે દિવાળીમાં ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
