News of Tuesday, 21st October 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અડધોઅડધ બેઠકો આ વર્ષે ખાલી રહી
પીએચ.ડી. અને એમ.ફાર્મ. જેવા અભ્યાસક્રમોમાં પણ ઘણી બેઠકો ખાલી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્તરને લઈને ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. આ શૈક્ષણિક વર્ષમાં, યુનિવર્સિટીની વિવિધ શાખાઓમાં અંદાજે અડધી (પચાસ ટકા) બેઠકો ખાલી રહી છે.
વિદ્યાર્થીઓના અભાવે અનેક વિભાગોમાં પ્રવેશ પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને પીએચ.ડી. અને એમ.ફાર્મ. જેવા અભ્યાસક્રમોમાં પણ ઘણી બેઠકો ખાલી હોવાનું યુનિવર્સિટીના જ દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે. શિક્ષણ જગતમાં આ બાબત ગંભીર ચર્ચાનો વિષય બની છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
