<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડજીરાય મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી

દીપમાળાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડજીરાય મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દિવાળીના પાવન પર્વે મોટી સંખ્યામાં વેપારીઓ અને લાખો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાથે સાથે મંદિરમાં ઠાકોરજી સન્મુખ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન પણ કરવામાં આવ્યું હતુ. 

  મહત્વનું છે કે ભગવાન રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. ભગવાન રણછોડરાયજીના વેપારી સ્વરૂપના દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટ્યુ હતુ. તો રાત્રે ભગવાનના ભવ્ય હાટડી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપમાળાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા

(12:54 AM IST)