News of Wednesday, 22nd October 2025
સુરતના ઓલપાડમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
ખેડૂતોએ પોતાનો પાક સ્ટેટ હાઇવે પર સૂકવી દીધો: કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર એક તરફના પટ્ટા પર ડાંગરનો પાક પાથરેલો

સુરતના ઓલપાડમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેતા સૂકાયા નથી. જેના કારણે ખેડૂતોએ પોતાનો પાક સ્ટેટ હાઇવે પર સૂકવી દીધો. કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવેના આ દ્રશ્યો છે. જ્યાં, એક તરફના પટ્ટા પર ડાંગરનો પાક પાથરેલો જોવા મળે છે. ડાંગર સૂકવીને ખેડૂતો તેના પર 24 કલાક પહરેદારી પણ કરી રહ્યા છે.. જેથી ડાંગરની ચોરી ના થાય.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
