<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

વલસાડ જિલ્લામાં નવા વર્ષે વાતાવરણમાં પલટો : મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

બપોર બાદ આખા જિલ્લામાં સાર્વત્રિક રીતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે.

   દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.

    વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ છે. ચોમાસાની જેમ જ, બપોર બાદ આખા જિલ્લામાં સાર્વત્રિક રીતે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

(6:17 PM IST)