News of Wednesday, 22nd October 2025
દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો
જિલ્લા પંચાયતની 8 માંથી 5 સીટો અને બે ગ્રામ પંચાયતો બીન હરીફ વિજેતા જાહેર

દીવની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જિલ્લા પંચાયતની 8 માંથી 5 સીટો અને બે ગ્રામ પંચાયતો બીન હરીફ વિજેતા જાહેર થઈ છે. દીવના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા અને બન્ને ગ્રામ પંચાયતોમાં ભાજપના ઉમેદવારો બહુમતી સાથે બિન હરીફ વિજેતા થતાં દીવ ભાજપના અગ્રણીઓએ વિજેતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
