<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ

કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા

સુરત જિલ્લામાં શિયાળાના આગમન વેળાએ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરગોટ, વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે.

 


 

(7:15 PM IST)