તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd October 2025
સુરત જિલ્લાના ઓલપાડમાં નવા વર્ષનો પ્રથમ દિવસ જ ખેડૂતો માટે ભારે બન્યો :ખેડૂતોએ સૂકવેલું ડાંગર પલળી જતા મોઢે આવેલો કોળી છીનવાયો
પાછોતરા વરસાદને લઈને ખેતરમાં ભેજ હોવાથી ખેડૂતોએ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ડાંગર સુકવ્યું હતું

સુરત જિલ્લાના ઓલપાડમાં નવા વર્ષનો પ્રથમ દિવસ જ ખેડૂતો માટે ભારે બન્યો છે. ઓલપાડ તાલુકામાં વરસાદી માવઠું થયું છે. કેટલાક ખેડૂતોએ સૂકવેલું ડાંગર પલળી જતા મોઢે આવેલો કોળી છીનવાઈ ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાછોતરા વરસાદને લઈને ખેતરમાં ભેજ હોવાથી ખેડૂતોએ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ડાંગર સુકવ્યું હતું. આ વર્ષે સતત માવઠાના મારથી પૂરતો ઉતારો પણ નથી આવી રહ્યો. સરકાર ઝડપથી આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ પણ કેટલાક ખેડૂતોએ કરી છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
