<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

ભરૂચ જિલ્લાના હાંસોટના જુના ઓભા સહિતના ગામોમાં વરસાદ: રસ્તા પર સૂકવવા મુકેલ ડાંગર પલળી ગયું

ડાંગરને બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી :પાછોતરા વરસાદના કારણે ખેતર ના સુકાતા ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવ્યુ હતું.

નવા વર્ષના પ્રથમ દિવસે જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, સુરત, વલસાડ, અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો આ દરમિયાન ભરૂચ જિલ્લાના હાંસોટના જુના ઓભા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર સૂકવવા મુકેલ ડાંગર વરસાદમાં પલળી ગયું હતું. ડાંગરને બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. પાછોતરા વરસાદના કારણે ખેતર ના સુકાતા ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવ્યુ હતું.

 

(7:19 PM IST)