<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

મોડાસા બસપોર્ટ પાસે બસ આગળ કૂદીને એક શખ્શે આપઘાતનો પ્રયાસ કર્યો: પગ ગુમાવ્યો

મોડાસા-થરાદ બસ આગળ અચાનક શખ્શે ઝંપલાવ્યું: ડિવાઈડર પર બેસી રહી બસ આવતા જ બસ નીચે પડતું મૂક્યું

અરવલ્લી જિલ્લામાં મોડાસા બસપોર્ટ પાસે બસ આગળ કૂદીને શખ્શે  આપઘાતનો પ્રયાસ કર્યો છે. બસ પોર્ટ પાછળના વિસ્તારમાં આ  ઘટના બની હતી . મોડાસા-થરાદ બસ આગળ અચાનક એ શખ્શે સામે ઝંપલાવ્યું હતું . ડિવાઈડર પર બેસી રહી બસ આવતા જ બસ નીચે પડતું મૂક્યું હતું. આપઘાતના પ્રયાસમાં શખ્શે પગ ગુમાવ્યો હતો . બસ આગળ પડતું મૂક્યાનો સીસીટીવી વીડિયો આવ્યો સામે. સ્થાનિક લોકોએ દોડી આવી સારવાર માટે ઇસમને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

 

(12:03 AM IST)