News of Thursday, 23rd October 2025
મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના: કાર ચાલકે અડફેટે લેતા ત્રણ યુવકોના મોત
મઢાસણા ચોકડી નજીક બેફામ કાર ચાલકે બે 2 વ્હીલરને અડફેટે લીધા : પોલીસ ઘટનાસ્થળે પહોંચી: અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, મઢાસણા ચોકડી નજીક બેફામ કાર ચાલકે બે 2 વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું, જ્યારે અન્ય બે યુવકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં બે અન્ય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે. બેફામ કાર ચાલકે 2 ટુ વ્હીલર અડફેટે લીધા હતા આ હિટ એન્ડ રનમાં 3 ના મોત નિપજ્યા છે જયારે 2 ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે , પોલીસે કાર ચાલકની શોધખોળ શરુ કરી છે .
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
