હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરના દહેગામમાં ગુજસીટોક અને અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપ્યો ગાંધીનગરના દહેગામમાં ગુજસીટોક અને અપહરણના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપ્યો
પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી આરોપીની ધરપકડ કરી:આરોપી ફરાર થયા બાદ ગોવામાં કેસિનોમાં કામ કરતો હતો

ગાંધીનગરના દહેગામમાં ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ફરાર થયા બાદ ગોવામાં કેસિનોમાં કામ કરતો હતો.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર એસઓજી પોલીસે દહેગામમાં અપહરણ અને ખંડણી સહિત ગુજસીટોકના ગુનામાં ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે આરોપી હોવાની બાતમી મળતાં જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમાં તેની ધરપકડ કરાઈ હતી.
આરોપી સંજય શાહ મુળ હિંમતનગરનો રહેવાસી છે. તેની પર દહેગામના વેપારીઓના અપહરણ અને ખંડણીના ત્રણ ગુના નોંધાયા હતાં. આ ઉપરાંત આરોપીએ 50, 45 અને 22 લાખની ત્રણ અલગ અલગ ખંડણી ઉઘરાવી હતી. અપહરણ સહિતના ગુનામાં વોન્ટેડ જાહેર થયા બાદ તે ગુજરાતથી ફરાર થયો હતો અને ગોવામાં એક કેસિનોમાં કામ કરતો હતો. તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે હોવાની બાતમી મળતાં જ એસઓસી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
