<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

દેશમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં ઉપયોગમાં ગુજરાત પોલીસ નંબર 1 : રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય

તેમણે કહ્યું કે, પહેલા ગુનાનાં સ્થળ પર મેન્યુઅલી પંચનામું કરાતું હતું, હવે 90 ટકા FIR માં પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે થઈ રહ્યું છે, જેથી પોલીસ અને કોર્ટ વચ્ચે સીધું જ સંકલન થાય છે.

અમદાવાદ :ગુજરાત પોલીસ તંત્ર દ્વારા સમયની સાથે પોતાની કામગીરીમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસ ડિજિટલાઇઝેશનને વધુ મહત્ત્વ આપી રહી છે. ત્યારે દેશમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં ઉપયોગમાં ગુજરાત પોલીસ નંબર 1 પર પહોંચી હોવાની માહિતી રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ આપી છે. તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પહેલા ગુનાનાં સ્થળ પર મેન્યુઅલી પંચનામું કરાતું હતું, ત્યારે હવે 90 ટકા FIR માં પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે થઈ રહ્યું છે.  

  આજનાં આધુનિક સમયમાં ગુજરાત પોલીસ દ્વારા પણ ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસ ડિજિટલાઇઝેશનને વધુ મહત્ત્વ આપી રહી છે. આ અંગે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, હવે ગુજરાતમાં નોંધાતી 90 ટકા FIR માં પંચનામું ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે થાય છે. જ્યારે, પહેલા ગુનાનાં સ્થળ પર પોલિસ દ્વારા કાગળ પર મેન્યુઅલી પંચનામું કરાતું હતું. તેમણે આગળ કહ્યું કે, હવે ઈ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા પંચનામું વીડિયો રેકોર્ડિંગ દ્વારા થાય છે. ગુજરાત પોલીસનાં તપાસ કરનારા અધિકારીઓ ઈ-સાક્ષ્ય એપ્લિકેશન વેરિફાઈ યુઝર છે. 

   રાજ્ય પોલીસવડા વિકાસ સહાયએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં 24000 હજાર પોલીસ તપાસ અધિકરીઓ ઈ-સાક્ષ્ય એપ્લિકેશનમાં રજિસ્ટર થયેલા છે. ગુનાનો જ્યારે કોર્ટ કેસ ચાલે ત્યારે પંચનામાનાં વીડિયો રેકોર્ડિંગ કોર્ટમાં જોઈ શકાય છે. ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા કોર્ટમાં આરોપીને સજા કરવામાં મજબૂત પૂરાવાઓ મળી રહે છે. ઇ-સાક્ષ્ય એપ્લિકેશન દ્વારા થતું પંચનામું સીઘું જ કોર્ટમાં જમા થાય છે. ઈ-સાક્ષ્ય એપ દ્વારા પોલીસ અને કોર્ટ વચ્ચે સીધું જ સંકલન થાય છે. તેમણે જણાવ્યું કે, મને આ કહેતા આનંદ થાય છે કે, સમગ્ર દેશમાં ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનાં ઉપયોગમાં ગુજરાત પોલીસ પ્રથમ સ્થાને છે

(6:42 PM IST)