News of Friday, 24th October 2025
દાહોદના ફતેપુરા ખાતેના વડલી ગામના સલીયાટા નદી પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળ્યું
પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું: નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાને લઇ વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો

દાહોદના ફતેપુરા ખાતેના વડલી ગામના સલીયાટા નદી પાસેથી નવજાત મળી આવ્યું છે. નવજાત બાળકના રડવાનો અવાજ આવતા આસપાસના લોકોની તેના પર નજર પડી હતી. તાત્કાલિક ઘટનાની જાણ વિસ્તારના લોકોએ પોલીસને કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડયું છે. નવજાત બાળકને ત્યજી દેવાની ઘટનાને લઇ વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
