News of Saturday, 25th October 2025
દિવાળી વેકેશનમાં SOUની 2 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત
દેશના પ્રવાસન સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીનો ડંકોઃ એસઓયુ અને આસપાસની તમામ જગ્યાઓના બુકીંગ ફુલ

અમદાવાદઃ કુદરતી સૌંદર્ય ધરાવતો નર્મદા જીલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓં માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ રહ્યો છે. 31 ઓક્ટોમ્બર 2018 ના રોજથી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અન્ય 20 પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકતા પ્રવાસીઓએ પણ 25 તારીખ સુધીમાં સ્ટેચ્યુ સહિત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઇન બુકીંગ કરાવી દેતા બુકીંગ પણ ફૂલ થઇ ચૂક્યું છે. ગત વર્ષે પ્રવાસીઓ જે એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ 2 થી 3 દિવસ સુધી ટેન્ટ સીટી અને હોટલોમાં બુકીંગ કરાવી છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રોજેક્ટો પર પ્રવાસીઓના આંકડા જોઈએ તો રોજના sou પર 40 હજાર પ્રવાસીઓ અને વ્યૂવિંગ ગેલેરીમાં 5000 જંગલ સફારી પાર્ક માં રોજના 10 હજાર ચિલ્ડ્ર્ન પાર્કમાં રોજના 5000 પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.આમ સરેરાશ રોજના 40 થી 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના CEO અમિત અરોરા દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 2.70 કરોડ કરતા પણ વધુ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ સાથે અન્ય પ્રકલ્પો ની મુલાકાત કરી છે જોકે 2025માં ચાલુ વર્ષે સ્પેશિયલ પ્રથમવાર પ્રકાશ પર્વની ઉજવણીમાં લાઇટિંગ કરવામાં આવ્યું છે.. જે પ્રવાસીઓનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે દેશના તમામ પ્રવાસન ધામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું નંબર વન બન્યું છે. 7.5 કિમિના એરિયામાં ગ્લો ટનલ બનાવવામાં છે. અહીં પ્રવાસીઓ રાત્રે ફરવા આવે છે. અહીં ફરતા પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોઈ એવો અહેસાસ કરી રહ્યા છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
