<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા નાં સેવાભર્યા જીવનને નમન.!! : ભુપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ, રત્નાકરજી, હાર્દિકભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

વિરમગામ ખાતે આયોજિત બેસણામા ગુજરાત પ્રદેશના પ્રદેશના અનેક દિગ્ગજ રાજકીય મહાનુભાવો, સાંસદ સભ્યો, ધારાસભ્યો, સંગઠન મંત્રીઓ તથા જિલ્લા પંચાયતના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત

રાજકોટ તા.૨૫ :         વિરમગામના પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયા ના અવસાન બાદ આજે તેમના નિવાસસ્થાને બેસણું યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ પંચાલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી, વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

         આ ઉપરાંત ગુજરાત પ્રદેશના પ્રદેશના અનેક દિગ્ગજ રાજકીય મહાનુભાવો, સાંસદ સભ્યો, ધારાસભ્યો, સંગઠન મંત્રીઓ તથા જિલ્લા પંચાયતના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વજુભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની સ્મૃતિને નમન અર્પણ કર્યો હતો.

(3:17 PM IST)