<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

ખજુરભાઇ રાજકારણમાં ઝંપલાવશેઃ લડશે ચૂંટણી

કોમેડિયન નીતિન જાની એ રાજકોટ ખાતેના કાર્યક્રમાં 2027માં ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી યુવાનોને આગળ આવવા પણ અપીલ કરી

અમદાવાદઃ કોમેડિયન ખજૂર તરીકે જાણીતા નીતિન જાની હવે રાજકારણની પીચ પર રમવા જઇ રહ્યા છે. સામાજિક કાર્યકર નીતિન જાની રાજકારણમાં ઝંપલાવશે. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ 2027માં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યમાં સામાજિક કાર્યોથી છે નીતિન જાની જાણીતા છે. એટલુ જ નહી કોમેડિયન ખજૂર તરીકે ગુજરાત તેમને ઓળખે છે. નીતિનએ ચૂંટણી થકી યુવાનોને આગળ આવવા અપીલ કરી છે. સેવાના કામ માટે આજના યુવાનોને આગળ આવવાની જરૂર, અભ્યાસુ યુવાનોએ આગળ આવવુ જોઈએ તેવી વાત કરી છે.

વિધાનસભા ચૂંટણીમાં જંપલાવવાની ખજૂરભાઈએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, "તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું." તેમણે ભણેલા યુવાનોને ચૂંટણી લડવા માટે આગળ આવવા કહ્યુ અને ઉમેર્યું કે, "પાર્ટી ગમે એ હોય, ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો."

કોમેડિયન ખજૂરભાઇ તરીકે જાણીતા નીતિન જાની બારડોલીના રહેવાસી છે તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનેક બેઘર લોકોને મકાન બનાવી આપ્યા છે. તેમના પત્ની મીનાક્ષી દવે સૌરપાષ્ટ્રના સાવરકુંડલાના દોલતી ગામનાં વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે, જ્યારે માતા અરુણાબેન હાઉસવાઇફ છે. ખજુરભાઈની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની કોમેડી સાથે નીતિનભાઇ જાનીની સેવાને પણ લોકો વખાણે છે. તેમણે ગુજરાતના રાજકારણમાં સક્રિય થવાની વાત કહેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હજુ સુધી ખજુરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

(3:38 PM IST)