News of Saturday, 25th October 2025
ભરૂચની GNFC રોડ પરની સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : પરિવાર ગોવા ફરવા ગયા અને ઘરમાં 4 લાખની ચોરી થઇ
ઘરે પરત આવતાં ઘરના મુખ્ય દરવાજાનો મિજાગરો તુટેલો હોઇ તેમને ચોરીની શંકા જતાં તેમણે અંદર જઇ જોતાં તમામ સામાન વેરવિખેર હતો

ભરૂચની જીએનએફસી ટાઉન શીપ રોડ પર આવેલી શ્રેયસ સોસાયટીમાં રહેતાં આકાશ દિલીપ પટેલ જીએનએફસીમાં મિકેનિકલ મેન્ટેનન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 16મી ઓક્ટોબરના રોજ તેઓ તેમની પત્ની, પુત્રી, સાસુ-સસરા, મામા સસરા, મામી સાસુ તેમ સાસુ એમ મળી તેમનો પરિવાર ગત ભરૂચ રેલવે સ્ટેશનથી ગોવ જવા માટે ટ્રેનમાં બેઠાં હતાં. જ્યાં ફર્યાં બાદ તેઓ ગઇકાલે સવારે પાંચેક વાગ્યે ઘરે પરત આવતાં તેમના ઘરના મુખ્ય દરવાજાનો મિજાગરો તુટેલો હોઇ તેમને ચોરીની શંકા જતાં તેમણે અંદર જઇ જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમજ તજોરી ખુલેલી હોવા સાથે લોક તુટેલી હાલતમાં હતી. જેથી તેમણે પોલીસને જાણ કરતાં ટીમે તુરંત સ્થળ પર દોડી આવતાં તેમની હાજરીમાં તપાસ કરતાં ઘરમાંથી સોનાના દાગીના ેમજ ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂપિયા 5 હજાર મળી કુલ 4 લાખની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ શોધવાની કવાયત હાથ ધરી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
