<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો : ઊંઝા અને બહુચરાજીમાં ખાબક્યો કમોસમી વરસાદ

ઊંઝામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જેના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

   બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

(7:15 PM IST)