News of Saturday, 25th October 2025
અરબ સાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠે એલર્ટ
જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર, શિયાળ બેટ દરિયાકાંઠે દરીયામાં મોજા ઉછળ્યા : માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અરબ સાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠે એલર્ટ કરાયું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 1 નંબર સિગ્નલ હટાવી “ભયજનક” 3 નંબર સિગ્નલ લગાવ્યુ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા દરિયા કાંઠે તંત્ર એલર્ટ અપાયું છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. જાફરાબાદ, પીપાવાવ પોર્ટ, ધારાબંદર, શિયાળ બેટ દરિયાકાંઠે દરીયામાં મોજા ઉછળવાની શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્રના દરીયા કાંઠે, દરીયો તોફાની સ્વરૂપ ધારણ કરી શકે છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
