તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Saturday, 25th October 2025
ભરૂચના દહેજથી વાગરાના પણીયાદરા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલ્ટી ગયો:બે બાળકો સહીત 6 લોકોને ઇજા
કડીયા કામ અર્થે જઈ રહ્યા હતા એ દરમ્યાન સર્જાયો અકસ્માત: ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા

ભરૂચના દહેજથી વાગરા તાલુકાના પણીયાદરા ગામે શ્રમજીવીઓને લઈ જતો ટેમ્પો પલ્ટી ગયો હતો. ટેમ્પામાં સવાર 10 શ્રમજીવીઓ પૈકી 6ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. 6 મહિલા શ્રમજીવી સહિત બે બાળકો અકસ્માતમાં ઘવાયા છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. કડીયા કામ અર્થે જઈ રહ્યા હતા એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
