<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

અમદાવાદના પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત

પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો: ફટાકડા ફોડવા મુદ્દે મૃતક અને તેના પિતરાઈ ભાઈ પર લોખંડની પાઈપ અને લાકડા વડે હુમલો કરાયો હતો

અમદાવાદ: પાલડીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધોરણસરનીકાર્યવાહી હાથ ધરી છે, ફટાકડા ફોડવા મુદ્દે મૃતક અને તેના પિતરાઈ ભાઈ પર હુમલો થયો હતો. લોખંડની પાઈપ અને લાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. કુલ 11 લોકો વિરૂદ્ધ રાયોટિંગ અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(8:11 PM IST)