News of Saturday, 25th October 2025
નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો : ગણદેવીના બીલીમોરામાં પણ ઝાપટા
કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા : ડાંગર ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના.

નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. બપોર બાદ નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો હતો નવસારી જિલ્લામાં વરસાદી માહોલના કારણે કમોસમી વરસાદથી ડાંગર સહિતના પાકને નુક્સાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
નવસારી શહેરમાં આવેલા મંકોડીયા જુનાથાણા સ્ટેશન રોડ ડેપો સહિત તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ગણદેવી તાલુકાના બલીમોરા શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા . કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ડાંગર ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
