News of Saturday, 25th October 2025
મહેસાણા: પ્રેમ લગ્નના કાયદામાં સુધારા અને સહી ઝુંબેશની માગ તેજ બની : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે પણ આપ્યું સમર્થન
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ લેખિતમાં રજૂઆત કરી :આવનારા દિવસોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે.

મહેસાણા: પ્રેમ લગ્નના કાયદામાં સુધારા અને સહી ઝુંબેશની માગ તેજ બની છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે પણ માંગણીને સમર્થન આપ્યું છે. “પ્રેમ લગ્નના બહાને સમાજની દીકરીઓને ફસાવવામાં આવે છે”, “લવ જેહાદ જેવા બનાવો અટકાવવા માટે સહી ઝુંબેશની માગ ઉગ્ર બની છે”, “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ લેખિતમાં રજૂઆત કરી છે”, “આવનારા દિવસોમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે”.
પાટીદાર સમાજનું માનવું છે કે બનાસકાંઠા કે મહેસાણાની કોઈ દીકરીની અમદાવાદના દરિયાપુરમાં લગ્ન નોંધણી કરાવવામાં આવે તો તે યુવકનો ઈરાદો ખોટો જ સાબિત થઈ શકે છે. કાયદો પુખ્ત વયની વ્યક્તિને લગ્ન કરવાની છૂટ આપે છે પરંતુ સાથે-સાથે હિન્દુશાસ્ત્રો પણ એ કહે છે કે વિધિ મુજબ લગ્ન થાય એ જ સાચા લગ્ન છે જોકે પાટીદાર સમાજ આ મુદ્દે સરકારની દખલગીરી કરીને કાયદામાં સુધારો કરે તેવી માગ કરી રહ્યો છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
