<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

મંત્રી મંડળમાં સ્થાન મળવું તે નસીબની વાત:સમય, સંજોગ મુજબ ચાલતુ હોય છે: વડગામમાં જયેશભાઇ રાદડીયાનું મોટું નિવેદન

મહીસાગરનાં વડાગામમાં શ્રી પાટીદાર સેવા સમાજનો સ્નેહમિલન કાર્યક્રમમાં જયેશભાઇ રાદડિયાએ કહ્યું પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય

મહીસાગરનાં વડાગામમાં શ્રી પાટીદાર સેવા સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. 42 ગામ લેઉઆ પાટીદાર સમાજ ખાનપુર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની 150 મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું કે, મંત્રી મંડળમાં સ્થાન મળવું તે નસીબની વાત છે. સમય, સંજોગ અનુસાર ચાલતુ હોય છે. પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય 

  ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાને મંત્રીમંડળમાં સ્થાન મળશે એવું નિશ્ચિત મનાતું હતું પરંતુ સ્થાન નહીં મળતા ચોમેર ચર્ચા જાગી છે 

(9:53 PM IST)