News of Saturday, 25th October 2025
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં સાંઈ પાર્ક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ : તસ્કરોએ 4 મકાનમાં તાળા તોડવા પ્રયાસ કર્યો
ત્રણ મકાનોમાં તેઓને નિષ્ફળતા મળી. જ્યારે એક મકાનમાંથી ચોરી કરવામાં તેઓ સફળ રહ્યા.

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સાંઈ પાર્ક સોસાયટીમાં વહેલી સવારે ચોરીનો પ્રયાસ થયો હતો . તસ્કરોએ 4 મકાનમાં તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણ મકાનોમાં તેઓને નિષ્ફળતા મળી હતી . જ્યારે એક મકાનમાંથી ચોરી કરવામાં તેઓ સફળ રહ્યા હતા . તસ્કરોની આ સમગ્ર ગતિવિધિ સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ સોસાયટીના રહેવાસીઓને થતાં, તેમણે તાત્કાલિક CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેના આધારે ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સામે આવી હતી. જેને લઈને સ્થાનિકોએ વલસાડ સિટી પોલીસને જાણ કરતા પોલીસે તસ્કરોને પકડવાની કામગીરી હાથ ધરી છે
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
