News of Sunday, 26th October 2025
વડોદરામાં વહેલી સવારથી વરસાદ: ગુજરાતમાં ૩૧ ઓક્ટોબર સુધી માવઠાનો રાઉન્ડ!
હવામાન વિભાગની મોટી આગાહી: આજે બોટાદ, અમરેલી, ભાવનગરમાં 'અતિ ભારે વરસાદ'ની ચેતવણી; ૨૬ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અણધાર્યા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે. આગામી ૩૧ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. આજે (૨૬ ઓક્ટોબર) વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો.
હવામાન વિભાગે આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબકવાની ચેતવણી આપી છે:
1. બોટાદ
2. અમરેલી
3. ભાવનગર
આ ઉપરાંત, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના ૨૬ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આગામી ૨૭ ઓક્ટોબર સૌરાષ્ટ્ર (બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ), દક્ષિણ ગુજરાત, અમદાવાદ, ખેડા, આણંદ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ
૨૮ થી ૩૧ સુધી સૌરાષ્ટ્ર (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ), દક્ષિણ ગુજરાત (ભરૂચ, સુરત, નવસારી, વલસાડ) છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
અન-સિઝનલ વરસાદના આ લાંબા રાઉન્ડથી ખેતીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે, જ્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ૭ દિવસના માવઠાનો રાઉન્ડ આવવાની આગાહી કરી છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
