<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

દિયોદરમાં ઠાકોર સમાજના સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર દેખાયા

ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ એકબીજાના હાથ પકડીને બતાવી રાજકીય એક્તા બતાવી

દિયોદરમાં ઠાકોર સમાજના કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા . ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ એકબીજાના હાથ પકડીને બતાવી રાજકીય એક્તા બતાવી હતી . આ તકે અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, કેસાજી ચૌહાણ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર, અને અમૃતજી ઠાકોર પણ બેઠકમાં હાજર હતા. અલ્પેશ ઠાકોર સમાજના રાજકારણમાં સક્રિય હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ તકે અલપેશ ઠાકોરે જણાવ્યુ કે હાલમાં ભલે એક પ્રધાન હોય, આગામી સમયમાં આપણી સરકાર આવશે, વધુમાં તેમણે ઉમેર્યુ કે કોઈને પણ તમારા ખભાનો ઉપયોગ કરવા દેતા નહીં. આગામી સમયમાં સમાજમાંથી દૂષણો દૂર કરવા ભેગા મળીને પ્રયાસ કરાશે.

 

(6:04 PM IST)