<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

ગોધરામાં ખેડૂતોએ કાપીને સુકવવા મુકેલ ડાંગર માવઠામાં પલળી જતા મોટુ નુકસાન

જિલ્લામાં લગભગ 49 હજાર 123 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું

પંચમહાલના ગોધરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. શનિવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. માવઠાને પગલે ખેડૂતોનો કાપીને સુકવવા મુકેલો ડાંગરનો પાક પણ પલળી ગયો છે. તો બીજી તરફ કાપણી વગરનો ઊભો પાક પણ ઢળી પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં લગભગ 49 હજાર 123 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ, હાલ ખેડૂતોને જાણે માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. પશુઓ માટેનો ઘાસચારો પણ સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.


 

(6:13 PM IST)