તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 26th October 2025
સુરત જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો: બારડોલી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ તેમજ બાબેન અને ધામરોડ ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

સુરત જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. બારડોલી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે..
બારડોલીના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધી રોડ તેમજ બાબેન અને ધામરોડ ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આ કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
