News of Sunday, 26th October 2025
હિંમતનગર રેલવે સ્ટેશન પરથી ચેકિંગ દરમિયાન 79 લાખ 21 હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
અજાણ્યો શખ્સ પ્લેટફોર્મ પર ડ્રગ્સ ભરેલો થેલો મુકીને ફરાર: ઈન્દોરથી અમદાવાદના અસારવા જઈ રહેલી વિરભૂમી એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સના જથ્થાની આરોપી હેરફેરી કરાતો હતો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર રેલવે સ્ટેશન પરથી ચેકિંગ દરમિયાન 79 લાખ 21 હજારની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રેલવે પોલીસની તપાસ દરમિયાન અજાણ્યો શખ્સ પ્લેટફોર્મ પર ડ્રગ્સ ભરેલો થેલો મુકીને ફરાર થયો હતો. ઈન્દોરથી અમદાવાદના અસારવા જઈ રહેલી વિરભૂમી એક્સપ્રેસ ટ્રેનમાં ડ્રગ્સના જથ્થાની આરોપી હેરફેરી કરાતો હતો. થેલામાં કપડાની નીચે સંતાડીને ડ્રગ્સની હેરાફેરી કરાતી હતી રેલવે પોલીસે સીસીટીવી અને ટિકિટ આધારે ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
