હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
સોમનાથ મહાદેવના દર્શન કરતા રાજયસભાના સાંસદ મયંકભાઇ નાયક

પ્રભાસપાટણઃ પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજયસભાના સાંસદ મયંકભાઇ નાયક એ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા તેઓ સોમનાથ મહાદેવને ધ્વજપુજા અને સોમેશ્વર મહાપૂજા કરી હતી. આ તકે ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ તેમજ જિલ્લા ભાજપના મંત્રી અશ્વિનભાઇ ઝાલા સોમનાથ ના બક્ષીપંચ મોરચા ના જુનાગઢ જિલ્લાના પ્રભારી અને રબારી સમાજના આગેવાન બાલાભાઇ શામળાએ તેઓનુ સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત કર્યું હતું આ તકે રાજેશ ભજગોતર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
