હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અરબસાગરમાં ડિપ્રેશન સક્રિયઃ વરસાદ વારો કાઢશેઃ ખેડૂતો ચિંતીત
આજે સોૈરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઃ યલો એલર્ટ

અમદાવાદ તા.૨૭: અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આ સપ્તાહે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આજે કુલ ૨૬ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી આ વિસ્તારોમાં ૩૦ ઓક્ટોબર સુધી સમયાંતરે વરસાદ પડવાની શકયતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને સાવચેતી રાખવાની હવામાન વિભાગે સલાહ આપી છે.
રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સાંજ બાદ હળવા થી મધ્યમ વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે ૨૮ ઓક્ટોબરે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શકયતા છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકને સુરક્ષિત રાખે, કારણ કે કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની શકયતા છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.(૨.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
