હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકયો
ચોમાસાની વિદાય બાદ ફરી ચોમાસાનો માહોલ સર્જાયોઃ સર્વત્ર ખોરંભાયેલ વાતાવરણ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૭: ઓક્ટોબરે અષાઢી માહોલ અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના પ્રભાવને કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, નર્મદા, તાપી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં મેઘરાજાએ ધોધમાર હાજરી આપી રિતસર ઓક્ટોબરે અષાઢી માહોલ હોય એવુ સ્વરૂપ દેખાડયુ હતું
ભાવનગર જિલ્લામાં
ભારે વરસાદ
ભાવનગરના મહુવામાં ૧૯૫ મીમી અતિભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે શિહોરમાં ૧૨૮ મીમી, પાલીતાણા ૭૬ મીમી, ભાવનગર શહેર ૭૨ મીમી, જેસર ૬૭ મીમી, ગારીયાધર ૫૯ મીમી, ઉમરાળા ૫૪ મીમી અને ઘોઘા ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં વરસાદ
જાફરાબાદ ૯૫ મીમી, રાજુલા ૭૭ મીમી, સાવરકુંડલા ૫૨ મીમી, ખાંભા ૩૨ મીમી, અમરેલી શહેર ૨૨ મીમી, લાઠી ૧૮ મીમી, બાબરા ૧૬ મીમી અને બાગસરા ૧૯ મીમી વરસાદ પડ્યો હતો.
ગીર સોમનાથમાં
ધોધમાર વરસાદ
ઉના ૯૩ મીમી, સુત્રાપાડા ૭૯ મીમી, કોડીનાર ૬૨ મીમી, તલાલા ૩૦ મીમી, ગિરગઢડા ૧૯ મીમી, તેમજ પાટણ-વેરાવળ ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં
પણ વરસાદી માહોલ
તાપીના સોનગઢમાં ૧૦૦ મીમી, વ્યારા ૪૫ મીમી, નિઝર ૨૩ મીમી, વાલોદ ૨૦ મીમી અને ડોલવાન-ઉચ્છલમાં ૩૫ મીમી વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં ઉમરપાડા ૯૩ મીમી, શહેરમાં ૪૮ મીમી, ઓલપાડ ૩૨ મીમી, માંડવી ૨૫ મીમી, કામરેજ ૨૦ મીમી, બારડોલી ૧૯ મીમી અને મહુવામાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં જલાલપોર ૫૫ મીમી, ખેરગામ ૩૯ મીમી, ગણદેવી ૩૮ મીમી, ચીખલી ૨૮ મીમી અને વાંસદા ૧૧ મીમી વરસાદ પડ્યો હતો. વલસાડના ઉમરગામમાં ૧૩ મીમી અને વાપીમાં ૧૧ મીમી વરસાદ નોંધાયો.
નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ
નર્મદાના ડેડીયાપાડા ૭૪ મીમી, સાગબારા ૬૨ મીમી, તિલકવાડા ૫૨ મીમી, ગરુડેશ્વર ૫૧ મીમી, નંદોદ ૫૦ મીમી, નેત્રંગ ૨૩ મીમી અને વાગરા ૧૧ મીમીમાં વરસાદ થયો હતો. છોટાઉદેપુરના ક્વાંટ ૫૦ મીમી, સાંખેડા ૪૦ મીમી, નસવાડી ૨૬ મીમી, જેટપુર પાવી ૨૨ મીમી અને છોટાઉદેપુર શહેર ૧૮ મીમીમાં વરસાદ નોંધાયો હતો.
મધ્ય ગુજરાતમાં છાંટા
વડોદરા જિલ્લામાં ડભોઈ ૩૩ મીમી, કરજણ ૨૪ મીમી, સાવલી ૧૮ મીમી વરસાદ પડ્યો હતો. આણંદ જિલ્લામાં ખંભાત ૨૨ મીમી, બોરસદ ૨૧ મીમી, પેટલાદ ૨૦ મીમી, ઉમરેઠ ૧૯ મીમી, આણંદ શહેર ૧૮ મીમી, અણક્લાવ ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. ખેડામાં નડિયાદ ૩૪ મીમી અને મહુધા ૧૯ મીમીમાં વરસાદ પડ્યો હતો.
અન્ય વિસ્તારો
ભરુચમાં વાલિયા ૪૭ મીમી, ઝઘડિયા ૩૬ મીમી, હંસોટ ૨૩ મીમી, અંકલેશ્વર ૧૨ મીમી, વાગરા ૧૧ મીમીમાં વરસાદ પડ્યો. ડાંગના સુબીર ૫૩ મીમી, આહવા ૪૯ મીમી, વાગાઈ ૧૯ મીમીમાં વરસાદ નોંધાયો. રાજકોટના જસદણમાં ૧૧ મીમી, બોટાદના ગઢડા ૧૮ મીમી અને બરવાળામાં ૧૩ મીમી વરસાદ પડ્યો હતો. પંચમહાલના જાંબુઘોડામાં ૪૫ મીમી, હાલોલ ૨૪ મીમી, ઘોઘંબા ૧૧ મીમીમાં વરસાદ નોંધાયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
