<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત: 3 લોકોના મોત : 20 લોકો ઈજાગ્રસ્ત

બસ અને કાર વચ્ચે અકસ્માત બાદ કેટલાંક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રક ઊભેલા મુસાફરો પર ફરી વળી.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. જેમા  3 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત છે. પહેલાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કેટલાંક મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રક ઊભેલા મુસાફરો પર ફરી વળી. જેના કારણે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. તમાં ઈજાગ્રસ્તોને  સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ભયાવહ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની ભીતિ છે. કણભા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઈજાગ્રસ્ત 3 મહિલાઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી વિગતો અનુસાર દુર્ઘટના સવારે 5.45 કલાકે હરણિયાવ ગામ પાસે સર્જાઈ હતી. પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા રહી આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે કેટલાંક મુસાફરો પણ બસમાંથી નીચે ઉતર્યા હતા. અને તે જ સમયે પાછળથી આવેલી ટ્રક મુસાફરો પર ફરી વળી હતી. ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું સામે આવ્યું છે.

(3:49 PM IST)