<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

તાપી નદીના જળસ્તરમાં સતત વધારો:સિંગણપુર ખાતે છઠ પૂજાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું:મંડપ પાણીમાં ગરક

પૂજા વિધિ માટે કરાયેલી બેઠકની વ્યવસ્થા પણ પાણીમાં ડૂબી ગઈ: યજ્ઞ વેદીઓ પણ પાણીઓ ગરકાવ થઈ

સુરત : દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં કમોસમી વરસાદનો પ્રહાર જોવા મળી રહ્યો છે. માવઠાને પગલે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સિંગણપુર ખાતે છઠ પૂજાની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે. તાપી નદીના કાંઠે ઊભા કરાયેલા મંડપ પાણીમાં ગરક થયા છે.

બીજી તરફ પૂજા વિધિ માટે કરાયેલી બેઠકની વ્યવસ્થા પણ પાણીમાં ડૂબી ગઈ છે. યજ્ઞ વેદીઓ પણ પાણીઓ ગરકાવ થઈ છે.  જેના કારણે છઠ પૂજા માટે લોકોને તાપી કાંઠે ન આવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. માવઠાએ આયોજકોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.

(12:16 PM IST)