તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th October 2025
અર્જુનભાઇ મોઢવાડિયાએ વન પર્યાવરણના કેબીનેટ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭: રાજયના વન પર્યાવરણ અને સાયન્સ ટેકનોલોજી ખાતાના કેબીનેટ મંત્રી તરીકે અર્જુનભાઇ મોઢવાડિયાએ આજે પોતાના હોદાનો ચાર્જ સંભાળી લીધો છે. આ તકે પૂર્વ રાજયમંત્રી બાબુભાઇ બોખીરીયા, ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી સહિતના ઉપસ્થીત રહયા હતા. ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી ચૂંટાયેલ અર્જુનભાઇ મોઢવાડિયાને રાજયમાં કેબીનેટ મંત્રી બનાવ્યા અને દિવાળી પહેલા અર્જુનભાઇએ કેબીનેટ મંત્રી તરીકે ગાંધીનગરમાં મંત્રીપદ હોદાના શપથ લીધા હતા. કેબીનેટ મંત્રી બન્યા બાદ પ્રથમવાર અર્જુનભાઇ પોરબંદર આવતા તેમનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. અર્જુનભાઇએ કેબીનેટ મંત્રી બન્યાબાદ સુદામાં મંદિર અને બાલાજી હનુમાન મંદિરે માથુ ટેકવીને આર્શીવાદ લીધા હતા. અર્જુનભાઇએ કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પી હતી. આજે ગાંધીનગરમાં અર્જુનભાઇ મોઢવાડીયાએ કેબીનેટ મંત્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળીને કામ શરૂ કર્યુ છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
