<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ : માવઠાથી ખેતીના પાકમાં ભારે તારાજી

ડાંગર, કપાસ, તમાકુ, એરંડા સહિતના પાકોને નુકસાન પહોંચ્યુ : ગોધરા તાલુકાના નદીસર, જુની ધરી, નવી ધરી, કબીરપુર, ખજુરી, શહેરા તાલુકાના મીરાપુરી, રેણા મોરવા, તરસંગ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ

 

 

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગોધરા, શહેરા, હાલોલમાં માવઠા રૂપી વરસાદ પડ્યો. જાંબુઘોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો.  માવઠાથી ખેતીના પાકમાં ભારે તારાજી જોવા મળી રહી છે. ડાંગર, કપાસ, તમાકુ, એરંડા સહિતના પાકોને નુકસાન પહોંચ્યુ છે. ગોધરા તાલુકાના નદીસર, જુની ધરી, નવી ધરી, કબીરપુર, ખજુરી, શહેરા તાલુકાના મીરાપુરી, રેણા મોરવા, તરસંગ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણીથી તરબોળ થયા છે.

(1:22 PM IST)