<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ: મહેમદાવાદ, મહુધા, કઠલાલમાં અને કપડવંજ, ખેડા અને માતરના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો.

ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ:તૈયાર થયેલા ડાંગરના પાકને વરસાદથી ભારે નુક્સાન :શાકભાજી અને તમાકુ સહિતના પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.  મહેમદાવાદ, મહુધા, કઠલાલમાં વરસાદ પડ્યો, આ તરફ કપડવંજ, ખેડા અને માતરના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. તૈયાર થયેલા ડાંગરના પાકને વરસાદથી ભારે  નુક્સાન પહોંચ્યુ છે. શાકભાજી અને તમાકુ સહિતના પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં કાપણી કરીને મૂકેલી ડાંગરમાં પાણી પડવાથી તૈયાર પાકને નુકસાન પહોંચ્યુ છે.

 

(1:28 PM IST)