હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રજાની મજા પૂરી : સરકારી કચેરીઓ આજથી ફરી ચાલુ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨૭: રાજય સરકારમાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક સપ્તાહનું વેકેશન પડયુ હતુ. રાજય સરકારની તમામ કચેરીઓ આજથી રાબેતા મુજબ ચાલુ થઇ છે.
રાજય સરકારને આ એક સપ્તાહના વેકેશનથી આર્થિક મોટો ફાયદો થયો છે. જેમ કે સરકારી ગાડીઓના પેટ્રોલ, ડીઝલ, લાઇટ, અધિકારીઓ/કર્મચારીઓના ટી.એ./ડી.એ. જેવી મહત્વની બાબતનો સમાવેશ થયો છે. આમ રાજય સરકારના કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો આ રજાઓની મોઝ માણી પરત આવી ગયા છે અને આજથી પોતાની કામગીરીનો આરંભ કરશે અને દિવાળી પૂર્વે રાજયના નવા મંત્રીશ્રીઓ સાથે વિભાગ પ્રમાણે કામગીરી કરશે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
