<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

સચિવાલયમાં હરખના તેડાઃ નવા વર્ષ અને નવી જવાબદારીની શુભેચ્‍છાથી ભીંજાતા નવા મંત્રીઓ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૨૭: દિવાળીના પર્વ બાદ આજે પ્રથમ દિવસે સરકારના વહીવટીતંત્રમાં લાગણીભર ઉલ્લાસનો માહોલ દેખાઇ રહયો છે. દિવાળીના પર્વેના આગલા દિવસે મંત્રીમંડળનું વિસ્‍તરણ શરૂ થયું છે.

આજે ગાંધીનગર ખાતે ધારાસભ્‍યોના નિવાસસ્‍થાન તેમજ નવા સચિવાલય ખાતે મંત્રીશ્રીઓ પોતપોતાની ઓફિસમાં હાજર થયા છે ત્‍યારે દરેક મંત્રીશ્રીઓના કાર્યકરો ભારે ઉત્‍સાહપૂર્વક અભિનંદન સાથે આનંદ ઉલ્લાસથી શુભેચ્‍છાઓ સાથે આનંદ પ્રમોદ કરી રહયા છે. આગામી એકાદ બે દિવસ આ અભિનંદનની વર્ષા ચાલુ રહેશે. ત્‍યારબાદ વિધિવત વહીવટીતંત્ર સંભાળી કામગીરી હાથ ધરવામાં આવશે.

આમ આજે નવા મંત્રી મંડળનો ભારે હર્ષોઉલ્લાસ સાથે સોૈને શુભેચ્‍છા આપવામાં આવી રહી છે.(૨.૧૮)

(3:11 PM IST)