<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

પીધેલા, દારૂ સાથે નિકળેલ, હેલ્‍મેટ વગર બહાર નીકળેલ તત્‍વોને એકઠા કરી કાયદાકીય પગલા સાથે આગવી ઢબે સરભરા કરવાને બદલે વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચે જાહેરમાં સોગંધ લેવડાવ્‍યા

પીધેલા વાહન ચાલકો કોઈનો લાડકવાયો કે મોભી દિવાળીના તહેવારે છીનવી ન લ્‍યે તે માટે નરસિંહમાં કોમાર દ્વારા કાબીલેદાદ નિર્ણય : બે પત્રકારો સાથે સંખ્‍યાબંધ ઝપટે, જોઇન્‍ટ સીપી લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી એચ.ડી ચાવડાના માર્ગદર્શનમાં પીઆઇ આર જી જાડેજા, એચ ડી તુવર સહિતના સ્‍ટાફે પરિવાર સાથે તહેવારો મનાવવાને બદલે મેદાને ઉતર્યા

રાજકોટ, તા.,૨૭ :  સૌરાષ્‍ટ્ર-ક્‍ચ્‍છ સહિત ગુજરાતમાં સંસ્‍કારિતા રહેણીકરણી લેવલે આમૂલ પરિવર્તન આવ્‍યું હોય તેમ દારૂ પીવાનું ચલણ ખૂબ વધ્‍યું છે, સારા સારા પરિવારના લોકો લગ્ન પ્રસંગ કે બીજા તહેવારોમાં દારૂ પીવા પીવડાવવામાં પોતાની જાતને નવા વિચારના અને પ્રોગ્રેસિવ ગણતા હોવાનું તારણ ઘણા સમયથી સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા જેવો આવી બદીથી દુર છે તેમનાં દ્વારા કાઢવામાં આવ્‍યું છે. આવા તારણથી ગુજરાતના લો એન્‍ડ ઓર્ડર વડાના સમયથી માહિતગાર હાલના વડોદરાના પોલીસ કમિશનર કે જે પ્રજાલક્ષી માનસ ધરાવે છે, તેઓને વિચાર આવ્‍યો કે દીપોત્‍સવી તહેવારો દરમિયાન જો નશાની ટેવ ધરાવતા લોકો અને તહેવારો દરમિયાન પીને વાલે કો પીને કા બહાના ચાહીએ, માફક દારૂ પી વાહન સાથે નીકળી કોઈ ભયંકર અકસ્‍માત દ્વારા કોઈના જુવાનજોધ પુત્ર, પરિવારના મોભીને ચીર નિંદ્રામાં પોઢાડી દયે તો આવા પરિવારની શું  હાલત થાય, આ એક વિચારે  તેવો દ્વારા આખા શહેરમાં વાહન ચેકીંગ શરૂ કરાવ્‍યું, હેલ્‍મેટ વગર નીકળેલ લોકોનો સમાવેશ કર્યો, હેલ્‍મેટ વગર નીકળેલ મોટી સંખ્‍યામાં લોકોને જાહેરમાં સરભરા કરવાને બદલે સહુને એકઠા કરી ચેતવણી આપી જાહેરમાં વાહન વધુ સ્‍પીડથી ન ચલાવવા સોગંધ લેવડાવ્‍યા અને લોકોએ દિલથી સોગંધ લીધા.

 બીજી તરફ કોઈની જીંદગી જોખમાય તે રીતે દારૂ પી વાહન ચલાવતા લોકોને પણ ઝડપી તેમના વાહન જપ્ત કરી કસ્‍ટડીમાં રાખ્‍યા અને બીજા દિવસે આ આખું ઓપરેશન પાર પાડનાર ક્રાઇમ બ્રાન્‍ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા, ઇન્‍ચાર્જ એસીપી એચ ડી ચાવડાના માર્ગદર્શનમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર જી જાડેજા અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.ડી તુવર ટીમે સપાટો બોલાવી દીધો

 ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા દારૂ પીધેલ ૪૦, નંબર પ્‍લેટ વગરના ૫ અને દારૂ સાથે ૮ લોકોને આ સ્‍પેશ્‍યલ દીપોત્‍સવી ડ્રાઈવ દ્વારા ઝડપી લેતાં વડોદરાવાસીઓ દ્વારા કોઈ ભય વગર આનંદથી દિવાળી ઉજવી શકતા પોલીસ કમિશ્રર પર દિવાળી શુભેચ્‍છા સાથે આ સ્‍પેશ્‍યલ ડ્રાઇવ માટે પણ અભિનંદન આપ્‍યા હતા.

 

(3:29 PM IST)