હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રાજ્યમાં કમોસમી ભારે વરસાદના પગલે સરકાર સતર્ક : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંત્રીઓ સાથે બેઠક યોજી
પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના :કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને અસરગ્રસ્ત જિલ્લામાં જવા સૂચના: પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, જયરામ ગામીતને પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જવા સૂચના અપાઈ

ગાંધીનગર : રાજ્યમાં કમોસમી ભારે વરસાદના પગલે સરકાર સતર્ક બની છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમા પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા સૂચના આપવામાં આવી છે. કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને અસરગ્રસ્ત જિલ્લામાં જવા સૂચના અપાઈ છે. જયારે પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, જયરામ ગામીતને પણ અસરગ્રસ્ત વિસ્તારમાં જવા સૂચના અપાઈ છે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કામગીરી માટેના આદેશ અપાયા છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
